જૂનાગઢ રોયલ પાર્ક મેઇન રોડ પર ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ બી ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢ નજીક જલારામ સોસાયટી રોયલ પાર્ક મેઇન રોડ પર આરોપી યાગ્નીક વિજયભાઇ ગૌતમી (ઉ.વ.૧૯ રહે.કોલેજ રોડ ગુજરાત હાઉસીંહ બોર્ડ કોલોની બ્લોક નં-એલ/૪૧ રૂમ નં-૩૨૭ જુનાગઢ)ને ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન લખેલ ૭૫૦ એમ.એલ.ની કાચની શીલપેક કુલ બોટલ નંગ-૬ જે એક બોટલની કી.રૂ.૪૦૦ ગણી કુલ બોટલ નંગ-૦૬ કુલ કિંમત રૂ.૨૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.