કેશોદના નોજણવાવ ગામે વાડીએ જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

જૂનાગઢ : કેશોદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે કેશોદના નોજણવાવ ગામે વાડીએ જાહેરમાં જુગાર રમતા સાત આરોપીઓને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદ પોલીસ સ્ટાફે ગઈકાલે કેશોદના નોજણવાવ ગામે ધણસેરના રસ્તે આવેલ જગમાલભાઈ છગનભાઈ ચાવડાની વાડીએ જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે તે સ્થળે રેઇડ કરી હતી. પોલીસે વાડીએ જાહેરમાં ગંજીપતાના પાના વડે તીન પતીનો પૈસા ની હાર-જીત નો જુગાર રમતા આરોપીઓ સરફરાઝ ઈકબાલભઈ ખુરેશી, ગીરીશભાઈ ગોવિદભાઈ મેહતા, નિલેશભાઈ લખમણભાઈ ચાવડા, પરેશભાઈ નટવરલાલ ઉનળકટ, હીતેષભાઈ ઉર્ફે હક્કો કાનાભાઈ જમોડ, રમેશભાઈ ટપુભાઈ મકવાણા, જગમાલભાઈ છગનભાઈ ચાવડાને રોકડા રૂ રૂ.૩૦,૮૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૫ કી.રૂ.૨૬૦૦ મળી કુલ કી રૂ.૩૩,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.