વંથલીનાં સાંતલપુર ગામેં જામગરી બંદૂક સાથે વધુ એક શખ્સ ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને દબોચી લીધો

જૂનાગઢ : વંથલીનાં સાંતલપુરની ગામની સીમમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ એક શખ્સને દેશી હાથ બનાવટી જામગરી બંદૂક સાથે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. તે સમયે બાતમીના આધારે વંથલીનાં સાંતલપુરધાર ગામમાં રહેતો અનવર કરીમ જુનેજા પોતાના પાસે દેશી હાથ બનાવટ જામગરી બંદુક વગર લાઇસન્સે રાખતો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ શખ્સ પર વોચ રાખી હતી. તે દરમિયાન જ સાંતલપુર ધારની સીમમાંથી પોલીસે અનવર જુણેજાને દેશી હાથ બનાવટ જામગરી બંદૂક સાથે ઝડપી લઇને વધુ તપાસ વંથલી પોલીસને સોંપી દેવામાં આવી છે.