જૂનાગઢની ચોથાણી હોસ્પીટલમાંથી મોબાઈલની ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ બી ડિવિઝન પોલીસે અન્ય આઠ મોબાઈલનો પણ ભેદ ઉકેલી નાખ્યો

જૂનાગઢ : જૂનાગઢ ચોથાણી હોસ્પીટલમાંથી થોડા સમયમાં પહેલા મોબાઈલની ચોરી થઈ હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા જ જૂનાગઢ બી ડિવિઝન પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી નાખી રીઢા તસ્કરને ઝડપી લીધો હતો. આ સાથે અન્ય આઠ મોબાઈલ ચોરીનો પણ ભેદ ઉકેલી નાખ્યો હતો.

જુનાગઢ બી ડીવીજન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.એસ.પટેલની સુચના આધારે ગુન્હા નિવારણ સ્કોડનો સ્ટાફ મિલ્કત સબંધી ગુનાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા કામગીરીમાં હતા.તે દરમ્યાન પો.કોન્સ. વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા ને મળેલ બાતમી હકીકત આધારે ગુન્હા નિવારણ સ્કોર્ડના માણસોએ સાથે મળી જુનાગઢ બી ડિવિ. પો.સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના બનાવમાં જૂનાગઢ ચોથાણી હોસ્પીટલમાંથી થોડા સમયમાં પહેલા મોબાઈલની ચોરી થઈ હતી. આથી ચોરીમાં ગયેલ મો.ફ્રોન જેની કિ.રૂ.-૩૪,૦૦૦ સાથે પોકેટ કોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી એક ચોર ઇસમ વિક્રમ ઉર્ફે ઇટલી મનુભાઇ મક્કા (ઉ.વ.-૩૦ ધંધો-મજુરી રહે.-ગામ મેસવાણ તા.કેશોદ)ને જુનાગઢ બસ સ્ટેશન સર્કલ પાસે જાહેરમાંથી પકડી પાડી ચોરીમાં ગયેલ મો.ફોન તથા અન્ય મો.ફોન-૦૮ મળી કુલ મો.ફોન-૦૯ જેની કુલ મુદામાલ કિ.રૂ.૭૨,૦૦૦ ગણી કબ્જે લઇ મજકુર ચોર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.