ઉધારીમાં કરીયાણાનો સામાન આપવાની ના પાડતા કાચની બરણી વેપારીના માથા પર ફટકારી

જૂનાગઢના ખામધ્રોડ નજીક રામેશ્વર સોસાયટી સામે ફાર્મસી ફાટક પાસેની જનરલ સ્ટોરમાં એક શખ્સે લુખ્ખાગિરી આચરી

જૂનાગઢ : જૂનાગઢના ખામધ્રોડ નજીક રામેશ્વર સોસાયટી સામે ફાર્મસી ફાટક પાસેની જનરલ સ્ટોરમાં એક શખ્સે લુખ્ખાગિરી આચરી હતી. જેમાં આ શખ્સે જનરલ સ્ટોરમાં ઉધારીમાં કરીયાણાનો સામાન આપવાની ના પાડનાર વેપારીના માથા ઉપર કાચની બરણી ફટકારી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હર્ષદભાઇ ઇસ્વરલાલ વાસવાણી (ઉ.વ.૪૭ રહે.ખામધ્રોડ રામેશવર સોસાયટી ફાર્મસી ફાટક પાસે બ્લોકનં-૬૨ જુનાગઢ) એ ચીલ્લરભાઇ (રહે. ખામધ્રોડ રામેશ્વર સોસાયટી ફાર્મસી ફાટક પાસે જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાની કરીયાણાની દીલખુશ જનરલ સ્ટોર નામની દુકાને હાજર હતા ત્યાંરે રામેશવરમાં રેહતા ચીલ્લરભાઇ ઉધારમાં કરીયાણાનો સામાન લેવા આવેલ અને ફરીયાદીએ ઉધારમાં સામાન આપવાની ના પાડતા આ ચિલ્લરભાઇ એકદમથી ઉશકેરાઇ ગયેલ અને ફરીયાદી સાથે ઝપાઝપી કરવા લાગેલ અને ત્યાં દુકાનમાં પડેલ કાચની બરણી લઇને અને ફરીયાદીને માથામાં મારી દઇ અને માથામાં ચાર ટાંકા આવે તેવી ઇજા કરી નાશી છૂટ્યો હતો.