જૂનાગઢમાં મેડીકલ સ્ટોરનુ શટર તોડી રૂ.૨૪૦૦૦ ની ચોરી

મેડીકલ સ્ટોરમાં ચોરી કરનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ

જૂનાગઢ : જૂનાગઢના મધુરમ આંબેડકર ભવનની સામે તુલજા ભવાની ગુપ મેડીકલ સ્ટોરમાંથી તસ્કર શટર તોડી રૂ.૨૪૦૦૦ ની ચોરી કરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ મેડીકલ સ્ટોરમાં ચોરી કરનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હોવાથી પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી આ ચોરીનો ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કુશાગભાઇ કેશુભાઇ ચાવડા (ઉ.વ. ૩૨ રહે. ઝાંઝરડા રોડ શીવપાર્ક સોસાયટી બ્લોક નં ૫૯ જુનાગઢ) એ કોઇ અજાણયો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની મધુરમ આંબેડકર ભવનની સામે તુલજા ભવાની ગુપ મેડીકલ સ્ટોરમાં ગત તા.૨૬ના રોજ તસ્કર ત્રાટક્યો હતો અને ફરીયાદીની મેડીકલ સ્ટોરમાં લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરામાં લેખાતા કોઇ અજાણ્યા ઇસમે ફરીયાદીના મેડીકલ સ્ટોરનુ શટર તોડી પ્રવેશ કરી મેડીકલ સ્ટોરના અંદર ટેબલનુ ખાનુ તોડી ખાનામાં રાખેલ રોકડ રૂ.૨૪૦૦૦ ની ચોરી કરી લઇ ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.