જૂનાગઢના ભદ્ર વિસ્તારમાં મકાનમાં કુટણખાનું ચલાવતી વૃદ્ધા ઝડપાઈ

વૃદ્ધા પોતાના મકાનમાં દેહ વ્યાપારની દલાલી કરતી હોવાનું ખુલ્યું, કોન્ડમના બે પેકેટ મળ્યા

જૂનાગઢ : જૂનાગઢ એસઓજી પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના ભદ્ર વિસ્તારમાં મકાનમાં ચાલતા કુટણખાનુંને ઝડપી લીધું હતું.જેમાં પોતાના મકાનમાં કુટણખાનું ચલાવતી વૃદ્ધાને ઝડપી લીધી હતી. પોલીસની તપાસમાં વૃદ્ધા પોતાના મકાનમાં દેહ વ્યાપારની દલાલી કરતી હોવાનું ખુલ્યું હતું અને મકાનમાંથી કોન્ડમના બે પેકેટ મળ્યા હતા.

જૂનાગઢ એસઓજી પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, જૂનાગઢના જોષીપરા વણઝારી ચોક, નવા નાગરવાળા, પંચશીલ એપાર્ટમેન્ટ, ચોથો માળ, બ્લોક નં.૧૬માં અનૈતીક દેહ વ્યાપાર થઈ રહ્યો છે. આ પ્રકારની બાતમી મળતા એસઓજી પોલીસે તે મકાનમાં ત્રાટકી હતી અને પોતાના મકાનમાં પોતે દલાલ બની દેહ વેપાર કરતી સ્ત્રીઓને રાખી બહારથી ગ્રાહકો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ કુટણખાનું ચલાવતી મેનબાઇબેન હમીરભાઇ મોતીભાઇ દલ (ઉ.વ.૭૫ રહે. નવા નાગરવાડા, પંચશીલ એપાર્ટમેન્ટ, ચોથો માળ, બ્લોક નં-બી-૧૬ જુનાગઢ) ને તેના મકાનમાંથી કોન્ડમના બે પેકેટ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.