રિક્ષામાં મુસાફરી કર્યા બાદ ભાંડું ન ચૂકવીને રીક્ષા ચાલકને ધોકાવી નાખ્યો

જૂનાગઢના દોલતપરા નજીકના બનાવમાં બે ખુદાબક્ષોએ ઘરની ધોરાજી ચલાવીને લુખ્ખાગિરી આચરી

જૂનાગઢ : જૂનાગઢના દોલતપરા નજીક રિક્ષામાં મુસાફરી કર્યા બાદ ભાંડું ન ચૂકવીને રીક્ષા ચાલકને ધોકાવી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે.ચોરી પે સીના જોરી જેવી આ ઘટનામાં બે ખુદાબક્ષોએ ઘરની ધોરાજી ચલાવીને લુખ્ખાગિરી આચરી હતી અને આ બન્ને શખ્સોએ રીક્ષા ચાલક ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી આશિફ ઉર્ફે શબીર ઇકબાલભાઇ ગેડી (ઉ.વ-૨૭ રહે. દોલતપરા ૬૬ કે.વી મેહતાનગર જુનાગઢ) એ આરોપીઓ અનીલ, ભરત સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાની રીક્ષા લઇને પોતાના ઘરે જતા હોય તે દરમ્યાન આરોપી અનીલ પાસેથી ફરીયાદીને રીક્ષા ભાડાના બાકી પૈસા લેવાના હોય જેથી ફરીયાદીએ ભાડાના પૈસા આપી દેવાનું કેહતા આરોપી અનીલે કહેલ કે તુ રીક્ષા ઘરે મુકીને આવ તને હું પૈસા આપી દઇ જેથી ફરીયાદી પોતાની રીક્ષા ઘરે મુકીને પરત આવી અનીલ પાસે પૈસા માંગતા આરોપીએ ફરીયાદીને કહેલ કે, તારા પૈસા આપવાના નથી અને આ દરમ્યાન ત્યાં બીજો આરોપી ભરત પણ હાજર હોઇ અને આરોપી અનીલએ ફરીયાદી સાથે ગાળા-ગાળી કરવા લાગેલ અને ઝપાઝપી કરવા લાગેલ આથી ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા બન્ને આરોપીઓ એકદમ ઉશકેરાઇ જઇ ફરીયાદીને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો.