મેંદરડા નજીક કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાની ટળી

જૂનાગઢ : મેંદરડા નજીક કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો પરંતુ સદનસીબે જાનહાની ટળી હતી. આ બનાવ અંગે જગાભાઇ બાલાભાઇ કરમટા (ઉ.વ.૪૯ રહે.કેશોદ એરપોર્ટની બાજુમા વાસાવળી તા.કેશોદ જી.જુનાગઢ) જીપ્સી કાર નં.જી.જે.૨૬ જી.૦૦૨૫ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે,સાસણ અમીધારા હોટલ પાસે રોડ ઉપર મેંદરડા નજીક આરોપીએ પોતાના હવાલાવાળી ફોરવ્હીલ જીપ્સી પુરઝડપે અને બેફીકરાઇ ભરી રીતે ચલાવી આવી મારી એસ.ટી.બસ નં. જીજે – ૧૮ – જી – ૩૯૩૭ સાથે ભટકાવી નુકશાન કર્યું હતું.