જૂનાગઢના દીવાન ચોકમાં યુવાન ઉપર હુમલાની ફરિયાદ નોંધાઈ

બાઈક અથડાવા જેવી બાબતે અજાણ્યા બાઈક ચાલકે હુમલો કર્યો

જૂનાગઢ : જૂનાગઢના દીવાન ચોકમાં ગઈકાલે સરાજાહેર યુવાન ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે આ બનાવની ફરિયાદ નોંધાઈ છે. જેમાં બાઈક અથડાવા જેવી બાબતે અજાણ્યા બાઈક ચાલકે હુમલો કર્યો હોવાનું ખુલ્યું છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસારઅમિન કાળુભાઈ પઠાણ (રહે.સુખનાથ ચોક, અજંન્ટા પાસે ધુમદાદા ધુમ બુખારી નામના મકાનમાં, જુનાગઢ) એ અજાણ્યા એક્સેસ મો.સા.ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરીયાદીના દિકરો રેહાન બાઈક લઇને જુનાગઢ દિવાન ચોક પાસે જય અંબે જયુસ સેન્ટર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા એકસેસ બાઈક ચાલક સાથે અથડાતા ફરીયાદીના દીકરા રેહાનને આ અજાણ્યા એકસેસ બાઈકે ચાલકે માર મારી ઇજા પહોચાડી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.