વિસાવદરના જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

જૂનાગઢ : વિસાવદર પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વિસાવદરના જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાનાં આંકડા લખી આંકફેરનો જુગાર રમતા આરોપી ઓસમાણભાઇ પીરમહમદભાઇ બ્લોચને વરલી મટકાનાં સાહિત્ય સાથે મળી રોકડ રૂ.૧,૫૨૦ નાં મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.