જૂનાગઢ જિલ્લામાં ચાર વિદેશી દારૂના દોરડામાં ત્રણની ધરપકડ

દારૂની રેઇડ દરમિયાન અન્ય બે આરોપીઓ નાસી છૂટ્યા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે પોલીસે બાતમીના આધારે ચાર સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડ્યા હતા. પોલીસે આ દારૂની રેઇડ દરમિયાન છૂટી છવાઈ દારૂની બોટલો સાથે ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. જ્યારે દારૂની રેઇડ દરમિયાન અન્ય બે આરોપીઓ નાસી છૂટ્યા હતાં.

જૂનાગઢ બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે શ્રીજી એપ. એલ.પી.જી.ગેસ પંપ પાસે જૂનાગઢ ખાતે આરોપી જેશા ઉર્ફે ગેડો પુનાભાઇ વૈશને ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન લખેલ ૭૫૦ એમ.એલ.ની કાચની શીલપેક કુલ બોટલ નંગ-૦૨ તથા મેકડોવેલ્સ નંબર-૦૧ સુપીરયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા લખેલ ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૩ અને એક બોટલની કી.રૂ.૪૦૦ ગણી કુલ બોટલ નંગ-૫ કુલ કિંમત રૂ.૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે સાથે ઝડપી લીધો હતો

જૂનાગઢ સી ડીવીજન પોલીસે જુનાગઢના બીલખા રોડ રામ નિવાસ સર્કલ પાસે મોપેડ સ્કૂટર ઉપરથી ભારતીય બનાવટની ૫૦-૫૦ ઓરેન્જ ફ્લેવર વોડકા ફોર સેલ ઇન રાજસ્થાન ઓંન્લી લખેલ કંપની શીલ પેટી નંગ-૦૧ તથા છુટી બોટલ નંગ-૧૩ મળી કુલ બોટલ નંગ-૨૫ જેમાં એક બોટલની કિં.રૂ.૪૦૦ લેખે બોટલ નંગ-૨૫ ની કિં.રૂ-૧૦૦૦૦ તથા સ્કૂટર કિં.રૂ.૩૫૦૦૦ મળી કુલ મળી કુલ કિં.રૂ.૪૫૦૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.જ્યારે મોપેડમાં આવેલા બે શખ્સો નાસી છૂટ્યા હતા.

જુનાગઢ તાલુકા પોલીસે ધોરાજી ચોકડી પાસે જુનાગઢ ખાતે આરોપી પંકજ રાયસિંગ ભાઇ બીલવાલ ( રહે. ઘાટીયા ગામ ભિમ્ફલીયાને ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧ જે બોટલ ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી ની ૭૫૦ એમ.એલની બોટલ નંગ-૧ જે એક બોટલ કિ.રૂ-૪૦૦ ના પ્રોહી મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

શીલ પોલીસે શીલ નજીક આજકથી દિવાસા ગામ તરફ જતા રસ્તામા આરોપી ઘનશ્યામભાઈ પાચાભાઈ પરમારને ઈંગ્લીશ દારૂની ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લીની કાચની ૭૫૦ એમ.એલ.ની સીલબંધ બોટલ નંગ-૦૧ કિ.રૂ.૪૦૦ તથા કાળા કલરનું હીરો કંપનીનુ ડીલક્ષ બાઈક નં. GJ-11-BC-8593 ની કિ.રૂ.૨૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૦,૪૦૦ સાથે ઝડપી.લીધો હતો.