જૂનાગઢના દીવાન ચોક નજીક યુવકને ત્રણ અજાણ્યા શખ્સોએ માર માર્યો

યુવકને ગાડી પર બેસાડી અપહરણ કરી લૂંટ ચલાવ્યાનો આક્ષેપ

જૂનાગઢ : જૂનાગઢના દીવાન ચોક નજીક એક યુવકને ત્રણ અજાણ્યા શખ્સોએ માર માર્યાની ઘટના સામે આવી છે, બાદમાં યુવકને ગાડી પર બેસાડી અપહરણ અને લૂંટ ચલાવ્યાનો પણ આક્ષેપ થયો છે.

જૂનાગઢ શહેરના દિવાન ચોકમાં રેહાન પઠાણ નામનો યુવક પોતાના ઘરના કામથી બાઈક લઈને નીકળ્યો હતો તે સમયે તેની બાઈક બીજી બાઇકને અડી જતાં સામેવાળો શખ્સ ઉશ્કેરાઇ જઇ યુવકને આડેધડ માર માર્યો હતો અને બીજા તેના બે મળતિયાઓને બોલાવીને આ યુવકનું અપહરણ કર્યા હોવાની પણ ઘટના સામે આવી છે. રેહાન પઠાણ નામના યુવકને તેની ગાડી સાથે લઈ જઈ અને તેની પાસે રહેલ રૂપિયાની લૂંટ કરી હોવાના આક્ષેપો થયા છે જ્યારે રેહાન પઠાણ નામના યુવકની બાઇક પણ આ અસામાજિક તત્વોએ ઝૂંટવી લીધી છે, સમગ્ર ઘટનાને લઇ યુવકને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.