તારા માવતરે કાંઈ આપ્યું નથી કહી પતિએ પત્નીને માર માર્યો

મેંદરડાના બસ સ્ટેન્ડ પાછળ વિસ્તારમાં બનેલા બનાવમાં પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : મેંદરડાના બસ સ્ટેન્ડ પાછળ વિસ્તારમાં તારા માવતરે કાંઈ આપ્યું નથી કહી પતિએ પત્નીને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિ સામે ગુન્હો દાખલ કરી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મેંદરડા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હર્ષાબેન મનોજભાઈ કાચા (ઉવ.૪૬ રહે.હાલ રાજેશરગામ તા.મેંદરડા હાલ રહે.મુળ મેંદરડા બાલાજી-૦૧ બસ સ્ટેન્ડ પાછળ તા.મેંદરડા) એ તેના પતિ મનોજભાઈ ભોવાનભાઈ કાચા (રહે.મેંદરડા બાલાજી-૧ બસ સ્ટેન્ડ પાછળ તા.મેંદરડા જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીએ ફરીયાદી સાથે લગ્ન કરેલ ત્યારથી જ આરોપીએ ફરીયાદીને તારા માવતરે કાંઈ આપેલ નથી તેવા વારંવાર મેણાટોણા મારી મારકુટ કરી અવારનવાર શારિરીક માનસિક દુખત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.