માંગરોળના વીરોલ ગામે યુવતીનો ઝેરી દવા પીને આપઘાત

જૂનાગઢ : માંગરોળના વીરોલ ગામે યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આરતીબેન કાળુભાઇ ડાકી (ઉ.વ.૨૦ રહે.વીરોલ તા.માંગરોળ) નામની યુવતીએ ગઈકાલે કોઇપણ કારણસર ઝેરી દવા પી જતા તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી યુવતીના આપઘાતનું કારણ જાણવા તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.