આ ધર ખાલી કરી દે તુ અહિ આવતો નહિ કહિ યુવકને માર માર્યો

જૂનાગઢના લીરબાઈ પરા વિસ્તારમાં યુવકે તેના કુટુંબીઓ સામે જ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના લીરબાઈ પરા વિસ્તારમાં મકાન મુદ્દે પારિવારિક ઝઘડો થયો હતો. જેમાં આ ધર ખાલી કરી દે તુ અહિ આવતો નહિ તેમન કહિ યુવકને તેના જ કુટુંબીઓએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુરેશભાઇ લખમણભાઇ ગોહેલ (ઉ.વ.૪૦ રહે. ગેબનશાપીરની દરગાહ ની સામે લીરબાઈ પરા જુનાગાઢ) એ આરોપીઓ, ચના લખમણભાઇ ગોહેલ, વિનોદ લખમણભાઇ ગોહેલ, ધર્મેશભાઇ વિનોદભાઇ ગોહેલ, ભારતીબેન સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાના ધરે હતા તે વખતે આરોપીઓ તેના ધરે જઈ કહેવા લાગેલ કેતુ આ ધર ખાલી કરી દે તુ અહિ આવતો નહિ તેમ કહિ જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ અને આરોપી ચનાભાઇ, ધર્મેશભાઇ પકડી રાખેલ તેમજ આરોપી વિનોદએ લોખંડનો પાઈપ વડે ફરીયાદીના માથામા ધા મારેલ અને આરોપી ભારતીબેન પથ્થર પકડીને જમણા પગમા માર માર્યો હતો.