કેશોદ નજીક બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી, બે આરોપીઓ ફરાર

જૂનાગઢ : કેશોદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે કેશોદ નજીક ગાંધીનગર સોસાયટીમાં આવેલ રેલ્વેના પુલની નીચે GJ 1 LE 6867 નંબરના બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા નીકળતા પોલીસે અટકાવવા આ બન્ને શખ્સો બાઈક અને દારૂ મૂકીને ફરાર થઈ ગયા હતા.આથી પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૬ મળી કુલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૩૬ કી.રૂ ૧૪૪૦૦/- તથા મોટરસાઇકલ ની કી.રૂ ૧૫૦૦૦/- મળી કુલ કી.રૂ ૨૯૪૦૦-ના પ્રોહી મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.