બંધ ચીચોડા પાસેથી શેરડીઓ ભરેલો ટેમ્પો ખસેડી લેવા મામલે દંપતી પર હુમલો

જૂનાગઢ તાલુકાના વડાલ રોડ ઉપરની ઘટનામાં છ શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના વડાલ રોડ ઉપર બંધ ચીચોડા પાસેથી શેરડીઓ ભરેલો ટેમ્પો ખસેડી લેવા મામલે દંપતી પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મહિલાએ છ શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મમતાબેન પ્રવિણભાઇ મચીયાવા (ઉ.વ.૨૬ રહે. વડાલ ગામ ટાવર ચોક શાક માર્કિટની પાછળ તા.જી.જુનાગઢ) એ આરોપીઓ, હરસુખભાઇ મનુભાઇ દુધરેજીયા, ગીતાબેન હરસુખભાઇ દુધરેજીયા, દેવાભાઇ લધુભાઇ મચીયાવા, શંકુબેન દેવાભાઇ મચીયાવા, શૈલેશભાઇ રમેશભાઇ ગોરચવા, જગદીશભાઇ રમેશભાઇ ગોરચવા (રહે. વડાલ) સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના જણાવ્યા મુજબ વડાલ રોડ વાસુદેવ પેટ્રોલ પંપ સામે ફરીયાદીના પતિએ તેનો શેરડીઓ ભરેલ ટેમ્પો આરોપીના બંધ ચીચોડા પાસે ભરેલ પડેલ હોય આરોપીઓએ આ ટેમ્પો ખેસેડી લેવાનુ કહી ફરીયાદીને ગાળો કાઢતો હોય ગાળો કાઢવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદીને તથા ફરીયાદીના પતિને ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.