ચોકી સોરઠ ગામેથી ૧૬ વર્ષની સગીરા ગુમ

જૂનાગઢ : ઉપલેટાના લાઠ ગામે રહેતી ૧૬ વર્ષ ૧ મહિનાની સગીરા તા.૧૧-૩-૨૨ ૯ કલાકે ચોકી સોરઠ કોળી વાડા ખાતેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫ ફુટ, બાધો મધ્યમ અને રંગ ઘઉંવર્ણ છે. તેમણે સફેદ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ સગીરાની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જૂનાગઢ તાલુકા પોલીસે જણાવ્યું છે.