જૂનાગઢ જિલ્લામાં ધો.10, 12 બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે 723 વિદ્યાર્થીઓ ગેરહાજર

ધો. 10, 12ની પ્રથમ પેપરની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થયો હતો.જો કે જૂનાગઢ જિલ્લામાં ધો.10, 12 બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે 723 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બોર્ડની પરીક્ષા અન્વયે પ્રથમ દિવસે કલેક્ટર રચિત રાજે શહેરની કનેરિયા અને ભાલોડિયા સ્કુલની મુલાકાત લઇ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

જૂનાગઢ જિલ્લામાં તા.૨૮ માર્ચથી ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે. આજે પ્રથમ દિવસે ધો.૧૦ની પરીક્ષા અંગ્રજી અને ગુજરાતી માધ્યમમાં જૂનાગઢ જિલ્લાના ધો.10માં પ્રથમ દિવસે કુલ ૨૦૦૮૨ માંથી ૨૦૬૬૪ પરીક્ષાર્થીઓએ શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. જ્યારે ઝોન વાઇઝ જૂનાગઢ અને કેશોદ ઝોનમાં કુલ ૨૦૬૬૪ પરીક્ષાર્થી માંથી ૨૦૦૮૨ હાજર રહયા હતા. જ્યારે ૫૮૨ પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણા અધિકારી આર. એસ. ઉપાધ્યાય અને શિક્ષણતંત્રના અધિકારીઓ તેમજ શાળા સંચાલકો વિધાર્થિઓને સહયોગી થયા હતા.

બપોરે ધો. 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પ્રથમ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પ્રથમ પેપર પણ શાંતિપૂર્ણ વાતાવરણના સંપન્ન થયય હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના ધો. 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં 141 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે કુલ 8609 માંથી 8468 ધો. 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો કે કોરોના કાળના બે વર્ષ બાદ આજે યોજયેલી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ થોડો ગભરાહટ અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું. પણ વાલીઓએ વિદ્યાર્થીઓને ચિંતા રહિત વાતાવરણ આપીને પોતાના સંતાનો નવા જોશ સાથે બોર્ડની પરીક્ષા આપે તે માટે ઉમદા રીતે પ્રોત્સાહિત કર્યા હતા.