જૂનાગઢ ગાયત્રી શક્તિપીઠ ખાતે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

૪૪૦ દર્દીએ આયુર્વેદ સારવાર, ૧૨૮ દર્દીએ હોમીયોપેથી સારવાર, ૮૩ દર્દીએ અગ્નીકર્મનો લાભ, ૭૦૦ લાભાર્થીઓએ યોગ, અને ૧૫૦૦ લાભાર્થીઓએ રોગપ્રતિકારક ઉકાળાનો લાભ લીધો

જૂનાગઢ : ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદ દવાખાનું આણંદપુર દ્વારા આયુર્વેદ સર્વરોગ નિદાન અને સારવાર મેગા કેમ્પનું આયોજન ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતુ.

જિલલા વિકાસ અધિકારશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાએ કેમ્પને જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.મહેશ વારા અને ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢના ઉપસ્થિત ટ્રસ્ટીશ્રીઓ દ્વારા દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામા આવ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી ગીતાબેન પરમાર દ્વારા કેમ્પની મુલાકાત લઈ આયુર્વેદ વિષયક સેવાઓની માહિતી મેળવી હતી.

આ કેમ્પમાં અંદાજે ૪૪૦ જેટલા દર્દીઓએ વિવિધ આયુર્વેદ તજજ્ઞો પાસે સારવાર લીધી, ૧૨૮ દર્દીઓએ હોમીયોપેથી નિષ્ણાંતની સારવાર લીધી, ૮૩ દર્દીઓએ અગ્નીકર્મનો લાભ લીધો, અંદાજીત ૭૦૦ જેટલા લાભાર્થીઓએ યોગ, ૧૫૦૦ જેટલા લાભાર્થીઓએ રોગપ્રતિકારક શકિત વર્ધક ઉકાળાનો લાભ લીધો હતો.

આ કેમ્પમાં રસોડાની ઔષધિ તથા ઘરની આસપાસની વનસ્પતિની ઓળખ કરી સારવારમાં કઈ રીતે ઉપયોગી છે. તેની માહિતી આપી લોકોને ઘર આંગણે જુદી જુદી ઔષધીય વનસ્પતિ ઉગાડવાની સમજ આપવામાં આવી હતી. આ તબક્કે હવે પછી જન્મ લેનાર સંતાન પ્રભાવી, બુદ્ધિશાળી અને ઉત્તમ રોગપ્રતિકારક શક્તિ સાથે અવતરે અને ઉત્તમ સમાજનું નિર્માણ થાય તે માટે આયુર્વેદ અનુસાર ગર્ભસંસ્કાર વિશેની સમજ આપવા આવી હતી.

કેમ્પ ચિત્ર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં દરેક જુદી જુદી ઋતુમાં આયુર્વેદ અનુસાર શું શું કરવું તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આમ આયુર્વેદના પ્રચાર-પ્રસારની સાથે કેમ્પની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.