જૂનાગઢમાં રહેણાંક મકાનમાંથી દારૂ-બિયર ઝડપાયો, આરોપી ફરાર

જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે ગાંધીગ્રામ અંકુર એપાર્ટ પાછળ જુનાગઢ ખાતે આવેલ મકાનની અંદર બીજા માળેથી ઇંગ્લીશ દારુ વાઇટ લેમન વોડકા ઓરેન્જ ફ્લેવર ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી ૭૫૦ એમ.એલ કંપની શીલ બંધ કાચની છુટી બોટલ નંગ-૦૭ એક બોટલની કિં.રૂ ૪૦૦ લેખે બોટલ નંગ-૦૭ ની કિં.રૂ-૨૮૦૦ તથા કીંગફિસર સુપર સ્ટ્રોંન્ગ પ્રીમીયમ બીયર ૫૦૦ એમ.એલ ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની શીલ બંધ ટીન બિયર નંગ-૦૪ એક બોટલની કિં.રૂ ૧૨૦ લેખે બીયર ટીન નંગ-૦૪ ની કિં.રૂ-૪૮૦ મળી કુલ કિં.રૂ. ૩૨૮૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.જ્યારે આરોપી હાર્દિકભાઇ વિજયભાઇ ભટ્ટી હાથ આવ્યો ન હતો.