જુની પેન્શન યોજના ફરી શરૂ ન થાય ઉગ્ર આંદોલનનો લલકાર કરતા સરકારી કર્મચારીઓ

જૂનાગઢના ઝાંઝરડા રોડ પરના પાર્ટી પ્લોટ ખાતે એક હજારથી વધુ વિવિધ વિભાગના કર્મચારીઓની બેઠકમાં આંદોલનની રૂપરેખા તૈયાર કરાઈ

જૂનાગઢ : જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો બાબતે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક હજાર જેટલા વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સામે છેક સુધી લડી લેવાના નીર્ધાર સાથે આંદોલનની રૂપરેખા તૈયાર કરાઈ હતી.

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે આજે એક હજારથી વધુ વિવિધ વિભાગના કર્મચારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માટે સરકાર ઉપર દબાણ લાવવા અને આગામી આંદોલન અંગે રણનીતિ ઘડવામાં આવી હતી. સરકાર દ્વારા જૂની પેન્શન યોજના બંધ કરી દેવામાં આવી છે તેને લઈને વિવિધ વિભાગના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે ત્યારે આ યોજના લાગુ કરવી જોઇએ તેવી માગણી સાથે 58 વિવિધ મંડળના હોદ્દેદારો અને સભ્યો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ સહિતના કર્મચારી મંડળના પ્રમુખ ઉપપ્રમુખ અને કાર્યકર્તાઓ હાજર રહી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને ભૂમિ પેન્શન યોજના શરૂ કરવામાં નહીં આવે તો આગામી 2022ની ચૂંટણીમા સરકાર વિરોધ મતદાન કરવાની અને વિધાનસભા ઘેરાવની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તેમ રાજુભાઈ ભેડા, સંગઠન મંત્રી, ગુજરાત રાજ્ય કર્મચારી મંડળએ જણાવ્યું હતું.