નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ : જૂનાગઢમાં નશાખોરે દિગમ્બર બની ગામ ગાંડું કર્યું

લોહી લોહાણ હાલતમાં નસેડીએ રસ્તા પર ચક્કાજામ કરી ગાડીઓમાં તોડફોડ કરી ધમાલ મચાવતા લોકોમાં ભયનો માહોલ

જૂનાગઢ : જૂનાગઢના જાહેર રોડને એક નસેડીએ એટલી હદે બાનમાં લઈને આંતક મચાવ્યો હતો કે, રસ્તે પસાર થનાર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ વ્યક્તિએ કોઈ માદક દ્રવ્યનો નશો કર્યા બાદ તેને સારા નરસાનું વિવેકભાન ન રહ્યું હોય તેમ તેણે દિગંબર અવસ્થામાં જ જાહેર રોડ ઉપર ઘસી જઈને રસ્તે પસાર થતી ગાડીઓમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં લોહી લોહાણ હાલતમાં નસેડીએ રસ્તા પર ચક્કાજામ કરી ધમાલ મચાવી હતી.

જૂનાગઢના ભારે ટ્રાફીકથી ધમધમતા જયશ્રી રોડ પર આજે એક નશો કરેલી વ્યક્તિને એવું શૂરાતન ચડ્યું હતું કે તેણે કપડાં કાઢી નગ્ન અવસ્થામાંમાં અશોભનીય વકૃત હરકત કરી હતી. આ શખ્સ નશામાં એટલી હદે મદમસ્ત હતો કે તેને સારા નરસાનું ભાન ગુમાવી દીધું હતું અને નશામાં ધૂત બનીને ન કરવાનું કરી બેઠો હતો. જેમાં નશામાં ધૂત વ્યક્તિએ રસ્તા પર આવતી ગાડીઓના કાચ તોડ્યા હતા.આથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહીં રસ્તા પર ચક્કાજામ કરી લોહી લોહાણ હાલતમાં નશેડી વ્યક્તિએ જયશ્રી રોડને બાનમાં ધાંધલ ધમાલ મચાવી દીધી હતી. જો કે, આ વ્યક્તિએ નગ્ન અવસ્થામાં શહેરમાં આતંક મચાવ્યો હતો અને આ શખ્સના હાથમાં રૂદ્રાક્ષની માળા અને હાથમાં લાકડી દેખાઈ હતી. આ અંગેનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. ત્યારે જાહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં લિરા લિરા ઉદાડનાર આ નશાખોરેને પોલીસ કાયદાનું ભાન કરાવે તેવી માંગ ઉઠી છે.