એસટી બસે બાઇકને હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત

વંથલી નજીક અકસ્માતની ઘટના મામલે એસટી ચાલક સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : વંથલી નજીક ઓઝત નદીના પુલ પાસે એસટી બસે બાઇકને હડફેટે બાઈકસવાર દંપતી ખંડિત થયું હતું. જેમાં આ અકસ્માતમાં પતિની નજર સામે જ પત્નીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી એસટી બસના ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ચનાભાઇ ડાયાભાઇ વાળા (ઉ.વ.૫૩ રહે મુળ આખા તા-વંથલી હાલ-જુનાગઢ આદિત્ય માર્કેટ જોશીપરા) એ અજાણી લાલ કલરની એસ.ટી.બસનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાના બાઈક લઇને તેની પત્નિ નાનુબેન સાથે આખા ગામે જતા હતા અને ત્યારે વંથલી કણઝાધારની વચ્ચે આવેલ ઓઝત પુલ પાસે પહોચતા પાછળથી એક લાલ કલરની એસ.ટી.બસના ચાલકે પોતાની એસ.ટી.બસ ફરીયાદીના બાઈક સાથે અડાડી દેતા ફરીયાદી તથા તેમના પત્ની બાઈક સાથે રોડ સાઈડે નીચે પડી ગયા બાદ પણ એસ.ટી.બસનો ચાલકે પોતાના હવાલાની એસ.ટી.બસ પુરઝડપે તથા બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના બાઇકને ઠોકર મારી ફરીયાદીને શરીરે ઈજાઓ તથા તેના પત્નિ નાનુબેનને માથામા ગંભીર ઈજા કરી મોત નીપજાવી એસ.ટી.બસ લઇ નાસી છૂટ્યો હતો.