જૂનાગઢના દોલતપરા વિસ્તારનો બુટલેગર પાસા હેઠળ જેલહવાલે

ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાસાના વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવાના કામગીરીના ભાગરૂપે જૂનાગઢ, દોલતપરા વિસ્તારમાં રહેતા પ્રોહી બુટલેગરને પાસા કાયદા હેઠળ જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચની ટીમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે ધકેલી દીધો છે.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ કાઇમ બ્રાન્ચ, જૂનાગઢ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટર રચિત રાજ તરફ પોલીસ અધિક્ષક મારફત મોકલતા. જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા કલેકટર જૂનાગઢ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત જૂનાગઢ, દોલતપરા, ઇન્દ્રેશ્વર સોસાયટી, સ્વામી નારાયણ સોસાયટીમાં રહેતા પ્રોહી બુટલેગર યોગેશ હરજીવનભાઇ પરમાર (ઉ.વ.૨૩ ધંધો અભ્યાસ રહે. દોલતપરા, ઇન્દ્રેશ્વર સોસાયટી, સ્વામી નારાયણ સોસાયટી, જૂનાગઢ)ના વિરૂધ્ધ તા.૨૩ના રોજ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ હતું.

જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ્ટાફના માણસો સતત વોચ તપાસમાં હતા. દરમ્યાન પો.સબ.ઇન્સ. ડી.જી.બડવા તથા પો.કોન્સ દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, દિવ્યેશભાઇ ડાભી સંયુકતમાં બાતમી હકિકત મળેલ કે, સદર પાસા વોરન્ટનો આરોપી હાલ ટીંબાવાડી રામાપીરના મંદિર પાસે હોવાની હકિકત આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવતા હસ્તગત કરી કોવીડ-૧૯ ટેસ્ટ નેગેટીવ આવતા તા,૨૪ના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.