બુલેટ અને બાઈક વચ્ચેની ટક્કરમાં વૃદ્ધનું મોત

ચોરવાડ નજીક ખોરાસા ચોકડી ઉપર નેશનલ હાઇવે રોડ પર અકસ્માતની ઘટનામાં મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : ચોરવાડ નજીક ગડુ ગામે ખોરાસા ચોકડી ઉપર નેશનલ હાઇવે રોડ ઉપર બુલેટ અને બાઈક વચ્ચેની ટક્કરમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ બુલેટ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હનીફભાઇ ઇબ્રાહીમભાઇ લાખા (ઉ.વ.૩૭ રહે ગડુ શાહીગ્રામીલ પાછળ તા.માળીયા હાટીના) એ આરોપી બ્લેક કલરનુ બુલેટનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૫ના રોજ ગડુ ગામે ખોરાસા ચોકડી ઉપર નેશનલ હાઇવે રોડ ઉપર આરોપી બ્લેક કલરનુ બુલેટનો ચાલકે પુરઝડપે અને બેફીકરાઇ તેમજ ગફલત ભરી રીતે ચલાવી આવી ફરીયાદીના પીતાજીનુ હીરો કંપનીનુ સ્પલેન્ડર બાઈક નં. GJ-11-PP-9014 ને હડફેટે લઇ બાઇક સાથે નીચે પછાડી દઇ ફરીયાદીના પિતા ઇબ્રાહીમભાઇ લાખાને શરીરે તેમજ માથાના ભાગે નાની મોટી ઇજા કરતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.