જૂનાગઢના ડુંગરપુર ગામેં જુગાર રમતી ચાર મહિલા સહિત સાત ઝડપાયા

જૂનાગઢ : જુનાગઢ તલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના ડુંગરપુર ગામેં જાહેરમાં ગંજીપતાના પાના વડે રૂપિયા પૈસાથી તીનપતી નામનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ દીલાવર ભીખુભાઈ બ્લોચ, અલ્તાફભાઈ સીદીભાઈ ગામેતી, સંજયભાઈ રાઘવભાઈ રાજપરા, સલમાબેન સલીમભાઈ પઠાણ, મનીષાબેન રમેશભાઈ સરવૈયા, યાસ્મીનબેન રહીમભાઈ બ્લોચ, આબેદાબેન સલીમભાઈ પઠાણને કુલ રોકડ રૂપિયા ૧૦૨૮૦ સાથે ઝડપી લીધા હતા.