સગાઈની વાતચીતમાં ફાચર મારવા બદલ યુવકને લમધારી નાખ્યો

જુનાગઢ તાલુકાના મજેવડી ગામે ત્રણ શખ્સોએ યુવકને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

જુનાગઢ : જુનાગઢ તાલુકાના મજેવડી ગામે સગાઈની વાતચીતમાં ફાચર મારવા બદલ ઘરે સુતેલા યુવકને ત્રણ શખ્સોએ બળજબરીથી સ્કૂટરમાં બેસાડી દૂર લઈ જઈને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં ત્રણ શખ્સોએ યુવકને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી પ્રશાંતભાઇ રમેશભાઈ છગનભાઈ પોકીયા (ઉ.વ ૨૪, રહે.મજેવડી ગામ તા રવાડી પ્લોટ તા.જી જુનાગઢ) એ આરોપીઓ ઉદય અસ્વિનભાઈ રામાણી (રહે.મજેવડી તા.જી.જુનાગઢ), પારસ પુરોહીત (રહે.સુખપુર તા.જી જુનાગઢ), હીમાયુ ભોગાયત સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા એક આરોપી બન્ને એક ગામના હોય અને આ આરોપીને જુનાગઢની એક યુવતી સાથે સગાઇની વાતચીત ચાલતી હોય અને એ યુવતી ફરીયાદી સાથે અગાઉ પ્રા.નોકરી કરતા હોવાથી ફરીયાદીને ઓળખતા હોય તેથી ફરીયદીને યુવતીએ આરોપી બાબતે પુછતા ફરીયાદીએ જણાવેલ કે તમારે ગોતવુ છે, તેવુ પાત્ર નથી.

આ વાતની જાણ આરોપીને થતા તેનો ખાર રાખી આરોપીએ પિતાના મીત્ર આરોપીઓ સાથે રાત્રીના ફરીયાદીના ઘરે જઇ ફરીયાદી સુતા હોય તેને જગાડી ફરીયાદીના ઘરમા ગુન્હાહીત અપ-પ્રવેશ કરી આરોપીઓએ ફરીયાદીને ગાળો કાઢી ફરીયાદીના વાળ અને ગરદન પકડી તેને બળજબરીથી આરોપીઓ પોતાની સ્કુટરમા બેસાડી પ્રથમ મજેવડી ગામની નદીમા લઇ જઇ આરોપીઓએ ફરીયાદીને કાચની બોટલ તથા જાપટથી માર મારી બાદ આરોપીઓએ પોતાની સ્કુટરમા બેસાડી ફરીયાદીને આરોપીના ઘરે લઇ જઇ ત્યા આરોપી હાજર હોય અને ફરીયાદીને આરોપીઓએ ગાળો કાઢી ઢીકાપાટુનો તથા કમરમા પહેરવાના પટ્ટાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરીયાદીને તેના ઘરે મુકી આવી આ બાબતની કોઇને જાણ કરીશ તો ફરીથી આવી મારી નાખશુ તેવી ધમકી મારી હતી.