ફોનમાં તુ મારી ખોટી વાત કરે છે કહી યુવકને ધમકાવ્યો

જુનાગઢ તલુકાના વડાલ ગામે બનેલા બનાવમાં બે સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જુનાગઢ તલુકાના વડાલ ગામે ફોનમાં તુ મારી ખોટી વાત કરે છે તેમ કહી બે શખ્સોએ યુવકને ધમકાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે યુવકે બન્ને આરોપીઓ સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

જુનાગઢ તલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રફુલભાઇ ગાંગજીભાઇ દોમડીયા (ઉ.વ ૩૭ રહે વડાલ ગામ તા.જી જુનાગઢ) એ આરોપીઓ જમનભાઇ ભાયાભાઇ વઘેરા, રાજભાઇ જમનભાઇ વઘેરા (રહે. બન્ને વડાલ ગામ તા.જી જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, એક આરોપીએ ફરીયાદીને ફોનમાં તુ મારી ખોટી વાત કરે છે તેમ કહી ફોનમાં ગાળો કાઢી ફરીયાદીને જાપટ મારી તથા બીજા આરોપીએ સાહેદને ફોનમાં ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.