તમે હમણા કેમ અમારા ઘરની બાજુમાથી નિકળો છો તેમ કહેતા યુવકને માર માર્યો

જુનાગઢના પાદર ચોક પાસેના વિસ્તારમાં બનેલા બનાવમાં એક સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જુનાગઢના પાદર ચોક પાસેના વિસ્તારમાં તમે હમણા કેમ અમારા ઘરની બાજુમાથી નિકળો છો તેમ કહેતા ઉશ્કેરાયેલા એક શખ્સે યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વીરમભાઇ નગાભાઇ રાઠોડ (ઉ.વ ૩૧ રહે. પુનીત નગર, મીરા કોમ્પલેક્ષની બાજુમા જીઓ ટાવર પાસે જોષીપરા જુનાગઢ) એ આરોપી ધીરુભાઇ સરમણ ભાઇ સુત્રેજા (ઉ.વ.૫૦ રહે.જોષીપરા જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરીયાદી પાદર ચોકમા ઉભા હોય ત્યારે આ આરોપી ત્યાથી નિકળેલ અને ફરીયાદીએ આરોપીને કહેલ કે તમે હમણા કેમ અમારા ઘરની બાજુ માથી નિકળો છો તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો બોલવા લાગેલ અને ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા અરોપીએ ફરીયાદીને બે જાપટ મારી હતી.