જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્લ્ડ વોટર ડે ની ઉજવણી કરાઇ

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા “વર્લ્ડ વોટર ડે–૨૦૨૨ની ઉજવણીના ભાગરૂપે કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે એલોકયુશન ક્વીઝ કોર્ અને ઈ– પોસ્ટ પ્રેઝન્ટેશન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન આઈ.સી.એ.આર.ની યોજનાઓ એ.આઇ.સી.આર.પી ઓન ઇરીગેશન વાટર મેનેજમેન્ટ, એઆઇસિઆરપી ઓન પ્લાસ્ટિક એન્જીનીયરીંગ ઇન એગ્રી. સ્ટ્રકચર એન્ડ્રુ એન્વાયરોમેન્ટ મેનેજમેન્દ્ અને સીએઈટી એલ્યુમની એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ હતો.

કાર્યક્રમના ઉદ્દઘાટન અને વિજેતાઓના ઇનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.નરેન્દ્ર ગોંટીયા, સંશોધન નિયામક ડો.ડી.આર.મહેતા, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ નિયામક ડો.વી.આર.માલમ, ઓર્ગેનાઈઝર અને એસડબલ્યુઈ વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.એચ.ડી.રાંક, આર.ઈ.ઈ વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.પી.એમ.ચોહાણ, એફએમપી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.કે.બી.ઝાલા, પી.એફ.ઈ વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.એમ.એન.ડાભી, વિસ્તરણ શિક્ષણ નિયામકના પ્રતિનિધિ ડો.છોડવડીયા, આયોજક ડો.એસ.પી. ચોલેરા, આયોજક અને એલ્યુમની એસોસીએશનના માનદ સેક્રેટરી ડો.પી.આર.ડાવરા તેમજ ફેકલ્ટી સ્ટ્રાફ અને પોલીટેકનીક કોલેજના પ્રિન્સીપાલઓ અધિકારીઓ, કર્મચારીઓએ અને કૃષિ ઈજનેરી કોલેજના અભ્યાસ કરતા ૮૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં તજજ્ઞોએ વર્લ્ડ વોટર ડે–૨૦૨૨ના વિષયને અનુરૂપ વ્યાખ્યાન દ્વારા માહિતી આપી હતી.