બાઈક સરખી રીતે ચલાવવા મામલે બે પરિવારો બાખડી પડ્યા

કેશોદના બડોદર ગામે બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : કેશોદના બડોદર ગામે બાઈક સરખી રીતે ચલાવવા મામલે બે પરિવારો બાખડી પડ્યા હતા અને મારામારી કરી હતી. બાદમાં બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે. આથી આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કનુભાઇ મેઘાભાઇ મહીડા (ઉ.વ.૫૦ રહે. બડોદર પ્લોટ વીસ્તાર તા.કેશોદ) એ આરોપીઓ ચિરાગભાઇ નિલેશભાઇ રાઠોડ, વિમલભાઇ નિલેશભાઇ રાઠોડ (રહે.બન્ને બડોદર તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી મજુરીકામ કરી ચાલીને પોતાના ઘરે જતા હોય ત્યારે એક આરોપીએ પોતાનું બાઈક ફરીયાદીની સામે આવવા દેતા ફરીયાદીએ ગાડી સરખી હકાવવાનુ કહેતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારતા બીજા આરોપીએ આવતા ફરીયાદીને પોતાના હાથમાં રહેલ ધોકો મોઢાના ભાગે મારી ફેક્ચર કરી ઇજા કરી હતી.

સામાપક્ષે ચિરાગભાઇ નીલેશભાઇ રાઠોડ (ઉવ.૨૫ રહે.બડોદર પ્લોટ વિસ્તાર તા.કેશોદ) આરોપીઓ કનુભાઇ મેઘાભાઇ મહીડા , મયુર કનુભાઇ મહિડા , હાર્દિક કનુભાઇ મહિડા (રહે. બધા બડોદર પ્લોટ વિસ્તાર) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાનુ બાઈક લઇ કેશોદ જવા નીકળેલ હોય ત્યારે ગામમાં ઘરથી થોડે આગળ રાણીગભાઇ દરબારના ઘર પાસે પહોચતા એક આરોપીએ ફરીયાદીને ગાળો કાઢી માર મારી કરી ડાબા કાનની પાછળ બચકુ ભરી રસ્તામાં પડેલ પથ્થરો છુટો ધા મારી તેમજ બીજા આરોપીઓએ આવી ફરીયાદીને ઢીકાપાટુ માર માર્યો હતો.