સોની વેપારી પાસેથી દાગીનાની ખરીદી કર્યા બાદ આપેલો ચેક બાઉન્સ થયો

જૂનાગઢના સરદારપરા મેઇન રોડ ઉપર સોના-ચાંદીની દુકાન ધરાવતા વેપારીએ એક શખ્સ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના સરદારપરા મેઇન રોડ ઉપર સોના-ચાંદીની દુકાન ધરાવતા વેપારીએ એક શખ્સ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.જેમાં સોની વેપારી પાસેથી દાગીનાની ખરીદી કર્યા બાદ આપેલો ચેક બાઉન્સ થયો હતો.આથી આ શખ્સે લાખોના દાગીના ખરીદીને બુચ માર્યું હોવાનું બહાર આવતા આ બનાવ હવે પોલીસ મથકે પહોંચ્યો છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી યશપાલ દિપકભાઇ પૈડા (રહે. રાજમંથન એપા. બ્લોક નં ૪૦૨, જલારામ સોસાયટી. જુનાગઢ) એ આરોપી કેતનભાઇ જીતેન્દ્રભાઇ સોલંકી (રહે.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ફરિયાદીની જુનાગઢના સરદારપરા મેઇન રોડ મેરી ગોલ્ડ કોમ્પલેક્ષમાં આવેલી છગનલાલ ભીમજીભાઇ જેવેલ્સ નામની સોના ચાંદીના દાગીના બનાવા તથા વેચવાની દુકાને આવી ફરીયાદીને વિશ્વાશમાં લઈ ફરી પાસેથી અલગ અલગ સોનાના દાગીના ગઈ તા.૧૩/૦૧/૨૦૨૨ થી તા.૧૮/૦૧/૨૦૨૨ દરમ્યાન અલગ અલગ દિવસોએ દાગીના કુલ કી રૂ. ૭,૫૪,૩૭૦ ની ખરીદી કરી લઈ જઈ ચેક આપેલ જે ચેક પણ બેન્કમાથી બાઉન્સ થતા ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત થયાનું બહાર આવતા આ બનાવની ફરિયાદ નોંધાઈ છે.