યુવતીને ભગાડી જવાના મુદ્દે યુવકના પરિવાર ઉપર હીંચકારો હુમલો

કેશોદના ફાગડી ગામેં યુવતીના પરિવારના તેર સભ્યો સામે હુમલો અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના ફાગડી ગામેં યુવતીને ભગાડી જવાના મુદ્દે યુવતીના પરિવારજનો વિફર્યા હતા અને ઉશ્કેરાયેલા યુવતીના પરિવારજનો યુવકના પરિવાર ઉપર તૂટી પડી હીંચકારો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ મામલે યુવતીના પરિવારના તેર સભ્યો સામે હુમલો અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગોબરભાઇ ભાણાભાઇ વણાર (ઉ.વ ૪૧ રહે. ફાગડી ગામ રામ મંદિરની બાજુમા તા.કેશોદ) એ આરોપીઓ ગૌતમભાઇ રણજીતભાઇ દેવધરીયા, હિતેષભાઇ જીલુભાઇદેવધરીયા, મુન્રાભાઇ ભીમાભાઇ દેવધરીયા, હરેશભાઇ જીલુભાઇ દેવધરીયા, રમેશભાઇ જીણાભાઇ દેવધરીયા, સતીષભાઇ દાનાભાઇ દેવધરીયા, અનીલભાઇ વ્રજલાલભાઇ મારૂ, ભારતીબેન મુન્રાભાઇ દેવધરીયા, મનીષાબેન હરેશભાઇ દેવધરીયા, પાર્વતીબેન રમેશભાઇ દેવધરીયા, દેવુબેન ભગાભાઇ દેવધરીયા, મંજુબેન ભનુભાઇ દેવધરીયા, કીરણબેન હિતેષભાઇ દેવધરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીનો દિકરો રૂષીરાજ રૂર્ફે કૌશીક એક આરોપીની બહેનને ભગાડી ગયેલ હોય તે બાબતેના મનદુખનો ખાર રાખી તમામ આરોપીઓ ફરીયાદીના ઘરે જઇ કયા છે. તમારો દિકરો તેમ કહી ઉશકેરાઇ જઇ ગાળો કાઢી આરોપીઓએ લાકડાના ધોકા ધારણ કરી તેનાથી ફરીયાદીને માર મારી તથા ફરીયાદીના પત્ની દયાબેનને ઢીકાપાટુનો મુંઢ માર મારી સાહેદ ભાણાભાઇ રામભાઇ વણાર તથા સાહેદ સુમીતાબેન ચેતનભાઇ વણાર તથા સાહેદ માનુબેન ભાણભાઇ વણાર આ બધા છોડાવવા વચ્ચે પડતા કોમલબેનને આરોપીઓએ લોખંડનો પાઇપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.