વંથલીના ટીકર ગામેં મકાનમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

દારૂનો જથ્થો આપનાર બુટલેગર પોલીસની પકડથી દૂર

જૂનાગઢ : વંથલીના ટીકર ગામેં પોલીસે ગઈકાલે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે દારૂનો જથ્થો આપનાર બુટલેગર પોલીસની પકડથી દૂર રહ્યો છે.

વંથલી પોલીસે ગઈકાલે બાતમીના આધારે વંથલીના ટીકર ગામેં રહેતા હરસુખભાઇ ગોવીંદભાઇ સોલંકીના મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે આ મકાનની ઝડતી લઈને તેમાંથી ઇગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની કંપની સીલ પેક મેકડોલ્સ નંબર વન સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ બોટલ નં. ૭૨ કી.રૂ. ૨૮,૮૦૦ તથા મો.ફોન નંગ – ૧ કી.રૂ.૩૦૦૦ મળી કુલ કી.રૂ. ૩૧,૮૦૦ નો મુદામાલ સાથે આરોપી હરસુખભાઇ ગોવીંદભાઇ સોલંકીને ઝડપી લીધો હતો.જ્યારે આ આરોપીને દારૂનો જથ્થો આપનાર બુટલેગર અબ્દુલ ઉર્ફે અબુ ઇસ્માઇલભાઇ હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.