મામલતદાર ઓફીસમાથી રાહતદરે અનાજનો લાભ લેવાની નોટિસ કેમ કઢાવી કહીને આધેડને માર માર્યો

જુનાગઢ તાલુકાના વડાલ ગામે મારામારીના બનાવમાં બે સામે ફરિયાદ

જૂનાગઢ : જુનાગઢ તાલુકાના વડાલ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનેથી રાહતદરે અનાજનો લાભ લેવા મામલતદાર કચેરીએથી નોટિસ કેમ કઢાવી તેમ કહી આધેડ ઉપર બે શખ્સો તૂટી પડ્યા હતા અને આધેડને માર માર્યો હતો. આ બનાવ અંગે આધેડે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જમનભાઇ ભાયાભાઇ વઘેરા (ઉ.વ.૫૨ રહે.વડાલ તા.જી.જુનાગઢ), પ્રફુલભાઇ ગાંગજીભાઇ દોમડીયા, નિતીનભાઇ વલ્લભભાઇ ગોંડલીયા (રહે. બન્ને વડાલ તા.જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, વડાલ ગામના લોકોના કુપનમા રાહતદરે મળતા માલ લેનાર ગ્રાહકોને મામલતદાર તરફથી નોટીસો મળેલ હોય જે નોટીસો ફરીયાદીએ મામલતદાર ઓફીસમાથી કઢાવેલ હોય જે બાબતની વાતો એક આરોપીએ કરતા હોય જે બાબતે ફરીયાદીએ આરોપીને ફોન કરી તેનો ખુલાશો આપવા જણાવતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ પોતાનુ બાઈકમા લોખંડનો પાઇપ લઇ આવી પાછળથી બીજા આરોપીએ પણ આવી ફરીયાદીને ગાળો આપી મોઢામા ઢીકો મારી નીચે પછાડી શરીરે ઢીકાપાટુનો માર મારી બન્ને આરોપીઓએ ફરીયાદીને ભુંડી ગાળો આપી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.