લોકડાઉનમાં સૌથી વધુ વિડિયો અપલોડ કરનાર જૂનાગઢના શિક્ષકને શોધી કાઢતું ગૂગલ

લોકડાઉન દરમિયાન ૭૦૦ થી વધુ અભ્યાસલક્ષી વિડિયો બનાવતા ગૂગલ દ્વારા પસંદગી

૭ લાખના ખર્ચે ઘરે જ ડિઝીટલ લોકડાઉનમાં સૌથી વધુ વિડિયો અપલોડ કરનાર જૂનાગઢના શિક્ષકને શોધી કાઢતું ગૂગલએજ્યુકેશન સ્ટુડિયો બનાવ્યો : શિક્ષક બલદેવપરી કાથરોટાની શાળામાં ગણિત,વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે

જૂનાગઢ : જૂનાગઢના કાથરોટ ગામની શાળામાં ગણિત,વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા બલદેવ પરીએ લોકડાઉનના સમયમાં ઓનલાઇન અભ્યાસ માટે અભ્યાસલક્ષી ૭૦૦થી વધુ વિડિયો અપલોડ કરતા ગુજરાતના સૌથી વધુ માનવ કલાક આપનાર વ્યક્તિ તરીકે ગુગલ દ્વારા શિક્ષક બલદેવ પરીની પસંદગી કરવામાં આવી છે અને ગુગલે શિક્ષકની શોધ કરી તેમની સાથે વાત કરી માહિતી મેળવી હતી.

શિક્ષક બલદેવ પરીએ જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયમાં શાળાઓ બંધ હતી.પરંતુ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે લોકડાઉનમાં સમયમાં ઘરે જ ૭ લાખના ખર્ચે ડિઝીટલ એજ્યુકેશન સ્ટુડિયો બનાવ્યો હતો અને ધોરણ ૬ થી ૧૦ ના ઓનલાઇન ક્લાસ શરૂ કર્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવસના ૧૫ થી ૧૮ કલાક કામ કરી વિનામૂલ્યે ૪૦૦થી વધુ લાઇવ ક્લાસ કર્યા હતા.ઓનલાઇન અભ્યાસલક્ષી કામગીરીમાં રેકોર્ડિંગ, એડિટીંગ કરવુ તેમજ પીપીટી બનાવવી સહિતની કામગીરીમાં પત્ની, પુત્રી અને પુત્રનો સહયોગ મળ્યો હતો.

લોકડાઉનના સમયમાં ૭૦૦ થી વધુ અભ્યાસલક્ષી વિડિયો બનાવ્યા હતા. આથી ગુગલે ડેટા એનાલીસીસથી જાણમાં આવેલ કે બલદેવ પરીએ સતત નિયમિતપણે ૨૦૨૦ દરમિયાન ખુબ જ મોટુ કન્ટેઇન અપલોડ કરેલ છે. બાદમાં ગુગલે બલદેવ પરીની શોધ કરી તેમની સાથે વાતચીત કરી કામગીરી અંગે તમામ માહિતી મેળવી હતી અને ગુજરાતના સૌથી વધુ માનવ કલાક આપનાર વ્યક્તિ તરીકે પસંદગી કરી છે.