જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા મોરચાની બેઠક યોજાઈ

આગામી દિવસોમાં યોજાનાર વિવિધ મોરચાના પ્રશિક્ષણ વર્ગ અંગે માર્ગદર્શન અપાયું

જૂનાગઢ : જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા મોરચાની બેઠક યોજાઈ હતી. આગામી દિવસોમાં યોજાનાર વિવિધ મોરચાના પ્રશિક્ષણ વર્ગ અંગે માર્ગદર્શન અપાયું હતું.

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને બેઠકોનો ધમધમાટ તેમજ લોકસંપર્ક કેળવવાની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા મોરચાની બેઠક યોજાઈ હતી. જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જીલ્લા તમામ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પાર્ટી દ્વારા સૂચવાયેલા કામો સત્વરે પૂર્ણ કરવા જીલ્લા પ્રમુખ દ્વારા સુચના અપાઈ હતી અને આગામી દિવસોમાં યોજાનાર વિવિધ મોરચાના પ્રશિક્ષણ વર્ગ અંગે માર્ગદર્શન અપાયું હતું.