જૂનાગઢમાં કેબલ નેટવર્કની ઓફિસમાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો

અસામાજિક તત્વોએ ઓફિસના કાચ તેમજ કારના કાચમાં તોડફોડ કરતા ફફડાટ મચી ગયો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

જૂનાગઢ : જૂનાગઢમાં અસામાજિક તત્વો કેટલી હદે ફાટીને ધુમાડે ગયા છે તેની પ્રતીતિ કરાવતી ઘટના સામે આવી હતી. જેમાં જૂનાગઢમાં કેબલ નેટવર્કની ઓફિસમાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો. જેમાં અસામાજિક તત્વોએ ઓફિસના કાચ તેમજ કારના કાચમાં તોડફોડ કરતા ફફડાટ મચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના જોષીપુરા પાદર ચોકમા અસામાજિક તત્વોના ભારે ત્રાસ વચ્ચે આજે જૂનાગઢના જોષીપુરા પાદર ચોકમા આવેલ દાતાર કેબલ નેટવર્ક નામની ઓફિસમાં ઘૂસીને અસામાજિક તત્વોએ આંતક મચાવીને ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું. જેમાં અસામાજિક તત્ત્વોએ પાદર ચોકમાં આવેલ કેબલની ઓફિસમાં તોડફોડ કરી મચાવ્યો આતંક હતો અને બહાર પડેલ ફોરવવહીલમાં પણ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરીને નુકસાન પહોચાડ્યું હતું. આથી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.