વિધાનસભા ચૂંટણી માટે સ્ટાફ ડેટાબેઝ તૈયાર કરવા અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

જૂનાગઢ : આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે સ્ટાફ ડેટાબેઝ તૈયાર કરવા અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મુખ્ય એજન્ડા તરીકે આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્ટાફ ડેટાબેઝ સંપૂર્ણપણે અદ્યતન કરવા અને આગામી ચૂંટણીના સુચારૂ આયોજન માટે કોઇ ક્ષતિ ન રહે તે માટે જરૂરી સૂચનાઓ માર્ગદર્શન અપાયું હતું.

વધુમાં કલેક્ટરશ્રીએ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજી સ્વીપ પ્રવૃતિને વેગવતી બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર, ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના નાયબ મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.