જૂનાગઢ નજીક કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવ્યું

જૂનાગઢ : જૂનાગઢની જયશ્રી ટોકીઝ રોડ પર પોલીસ હેડ ક્વાટર્સની ગલીથી નીકળતા રોડ પર આવતા SBI ATM પાસે ગઈકાલે રાજશીભાઈ ગાંગાભાઈ દાસા (રહે.લીરબાઈપરા બાબુભાઈની દુકાન પાસે જુનાગઢ) પોતાના બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા. ત્યારે સફેદ કલરની ફો વ્હીલ નંબર JG 03 HK 9660નો ચાલકે પોતાની ફોર વ્હીલ કારને બાઈક સાથે ભટકાવી તેમને હડફેટે લઈ જમણા હાથમા ગંભીર ઈજા કરી તથા જમણ પગના ગોઠણમા ઈજા કરી નાશી છૂટ્યો હતો. આ બનાવની તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.