ઉધારમાં ચીજવસ્તુ આપવાની ના પાડતા લારી ધારકને તમાચાવાળી

કેશોદના શેખગેરેજ પાસે રીક્ષા સ્ટેશન નજીક ઉભા રહેતા લારી ધારકને એક શખ્સે તમાચા મર્યાની ફરિયાદ

જૂનાગઢ : કેશોદના શેખગેરેજ પાસે રીક્ષા સ્ટેશન નજીક ઉભા રહેતા લારી ધારકે ઉધારમાં ચીજવસ્તુ આપવાની ના પાડતા આ લારી ધારકને એક શખ્સે તમાચાવાળી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સાહીદભાઇ સલીમભાઇ હલાણ (ઉ.વ.૩૨ રહે. દુધવાશેરી ખોજાખાના કેશોદ)એ આરોપી રહેમાન ઇકબાલ પટણી (રહે.મઠીયા હનુમાનજી પ્લોટમાં સ્મશાન નજીક કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને કેશોદના શેખગેરેજ પાસે રીક્ષા સ્ટેશન નજીક ચશ્માની તેમજ હોઝીયરીની લારી હોય અને આરોપી અગાઉ ચીજવસ્તુની ખરીદી કરવા આવતો અને આરોપીને ફરીયાદીએ ઉધારમાં ચીજવસ્તુ આપવાની બે ત્રણ વખત ના પાડેલ હોય તેનુ મનદુખ રાખી આરોપીએ ફરીયાદીને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી બે ત્રણ થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.