ઉના તાલુકાની વિવિધ શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકની ભરતી કરાશે

સ્થાનિક મહિલા ઉમેદવારને ભરતીમાં અગ્રતા આપવામાં આવશે

જૂનાગઢ : શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઉના તાલુકાની વિવિધ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો માટે તદ્દન હંગામી ધોરણે ખંડ સમય માટે ગમે ત્યારે વગર નોટીસે છુટા કરવાની શરતે વ્યવસ્થાપક(સંચાલક)ની જગ્યા ઉપર નિમણૂક માટે રસ ધરાવતી વ્યક્તિઓએ મામલતદાર કચેરી ઊના ખાતે ૨૫/૦૩/૨૦૨૨ના રોજ ૪ કલાક સુધીમાં નિયમ નમુનામાં અરજી કરવાની રહેશે. અરજીનો નમુનો મામલતદાર કચેરી ઊના મધ્યાહન ભોજન યોજના શાખામાંથી મળી રહેશે.

અરજીમાં તમામ વિગતો તથા જે શાળા/કેન્દ્ર માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ જણાવવાનું રહેશે. અરજી સાથે જોડવાના થતા તમામ પ્રકારના પ્રમાણપત્રોની ખરી નકલ જોડવાની રહેશે.અધુરી વિગતોવાળી તથા નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
આ ભરતી પ્રક્રિયામાં સ્થાનિક મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સ્થાનિક યોગ્ય વ્યક્તિ ન મળે તો નજીકના ગામની વ્યક્તિ તથા વિધવા અને ત્યક્તા મહિલાને અગ્રતા આપવામાં આવશે.ઉમેદવારની પસંદગી અનુભવ અને શૈક્ષણિક લાયકાતના આધારે તા.૩/૧૦/૨૦૧૬ના ઠરાવમાં જણાવેલ જોગવાઇઓ આધીન કરવામાં આવશે.

વ્યવસ્થાપક,રસોયા તથા મદદનીશની ભરતી કરવાના થતા કેન્દ્રોની વિગત મામલતદાર કચેરી નોટીસ બોર્ડ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં ઉપલબ્ધ રહેશે.ભરતી માટે તા.૨૫ને ૪ કલાક સુધી મામલતદાર કચેરી,ઊના ખાતે અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે.તેમ મામલતદાર ઊનાની યાદીમાં જણાવાયું છે.