જૂનાગઢ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં સ્વસ્થ બાલક બાલિકા સ્પર્ધા યોજાશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા પંચાયતના આઇસીડીએસ શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં સ્વસ્થ બાલક બાલિકા સ્પર્ધા તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૭/૦૩/૨૦૨૨ દરમિયાન યોજાશે.

જે અન્વયે તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૭/૦૩/૨૦૨૨ દરમિયાન આંગણવાડી કેન્દ્રો ખાતે ૦ થી ૬ વર્ષની વયજુથના બાળકોના વજન ઉંચાઇ માપવાનું આયોજન હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત સ્વસ્થ બાળક બાલિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમા જૂનાગઢ જિલ્લા પંચાયતના તાબા હેઠળની કુલ-૧૨૪૯ આંગણવાડીમાં નોંધાયેલ તેમજ ના નોંધાયેલ ૦ થી ૬ વર્ષની વયજુથના અંદાજીત ૭૧,૨૩૧ જેટલા બાળકોના વજન ઉંચાઇ કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૭/૦૩/૨૦૨૨ દરમિયાન પ્રમુખ જિલ્લા પંચાયત,ધારાસભ્ય,ઉપપ્રમુખ જિલ્લા પંચાયત જૂનાગઢ તેમજ અન્ય તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિ રહેશે.