કેશોદમાં વિદેશી દારૂના બે દરોડામાં ચાર ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પોલીસે હોળી અને ધુળેટી નિમિતે દેશી-વિદેશી દારૂ ઉપર શરૂ કરેલી તવાઈ ધુળેટી પુરી થયા બાદ ચાલુ રાખીને ગઈકાલે કેશોદમાં વધુ બે સ્થળે વિદેશી દારૂના દરોડા પાડી ચાર આરોપીઓ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે કેશોદ નજીક મેસવાણ રેલ્વે ફાટક પાસેથી આરોપીજયદીપ ગીરધરભાઈ ડેલવાડીયાને ઇગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લીધા બાદ વધુ દારૂનો જથ્થો ક્યાં અને કોની પાસેથી મેળવ્યો તે અંગે પૂછપરછમાં મળેલી બાતમીના આધારે ભાવેશભાઈ રામભાઈ દયાતર (ઉ.વ.૩૭ રહે. કેશોદ ડી.પી.રોડ નંદનવન સોસા.) ના ઘરે દરોડો પાડીને ઇગ્લીશ દારુની સીલપેક બોટલ નંગ-૧૩ જેની કિ.રુ. ૧૦૪૦ જે તમામ બોટલો ની કુલ કિ.રુ ૧૪૪૦નો પ્રોહિ મુદ્દામાલ સાથે દારૂ લાવવામાં મદદગારી કરનાર ગોરધન કાળાભાઈ સોલંકી સહિત આ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.

જ્યારે બીજા દરોડામાં કેશોદ પોલીસે કેશોદના અગતરાય ગામે.ઈંગ્લીશ દારૂની ફોર સેલ ઇન યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ લખેલ ૭૫૦ એમ.એલ બોટલ નંગ – ૫ કી.રૂ.૨૦૦૦ તથા ફોર સેલ ઇન યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ લખેલ ૭૫૦/- એમ.એલ લખેલ બોટલ નંગ-૨ કુલ બોટલ નંગ-૭ કી.રૂ.૨૮૦૦ મુદામાલ સાથે આરોપી અરજણભાઇ ખીમાભાઇ ભુવાને ઝડપી લીધો હતો.