કેશોદ નજીક બાવળના ઝાડ નીચે પત્તા ટીચતાં પાંચ ઝડપાયા

જૂનાગઢ : કેશોદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે કેશોદના વિનાયક હોસ્પીટલ પાછળ રેલ્વેના પાટા પાસે બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામા જાહેરમાં ગંજી પતાના પાના તથા પૈસા વડે પાથરણુ પાથરી તીનપતીનો જુગાર રમતા આરોપીઓ અમુલભાઇ ધીરજલાલ કારીયા, મેહબુબ બાવામીયા, રાજુભાઇ ભુપતભાઇ લાડવા, ભરતભાઇ ધનજીભાઇ જેઠવા, હબીબશા આમદશા સર્વદીને રોકડ રૂ.૨૭૭૦ સાથે ઝડપી લીધા હતા.