વંથલી નજીક કાર હડફેટે બાઈક ચાલક ઘાયલ

જૂનાગઢ : વંથલી નજીક ખોખરડા ફાટક પાસે ગત તા.૧૮ના રોજ નારણભાઇ નાગદાનભાઇ બકોત્રા (ઉ.વ.૫૯ રહે. નવી હવેલી પાસે મેંદરડા) પોતાના હવાલા વાળુ બાઈક નં.GJ-11 BD-2633 લઇને મેંદરડા તરફ જતા હતા અને દરમ્યાન ખોખરડા ફાટક પાસે પહોચતા મહીન્દ્રા TUV -300 ફોરવ્હીલ નં GJ-13-AH-0496 નો ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક આધેડને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.