ભેસાણ બાર એસો.ના પ્રમુખ સહિત તમામ સભ્યો ભાજપમાં જોડાયા

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પક્ષને વધુ મજબૂત બનાવવાની કસરત

જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલના હસ્તે કેસરીયો ધારણ કરી વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો

જૂનાગઢ : આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષ એકબીજાથી ચડિયાતા થવા માટે ભારે મથામણ કરી રહ્યા છે. જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા પણ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પક્ષને વધુ મજબૂત બનાવવાની કસરત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભેસાણ બાર એસો.ના પ્રમુખ સહિત તમામ સભ્યો ભાજપમાં જોડાયા છે.જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલના હસ્તે કેસરીયો ધારણ કરી વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો છે.

જૂનાગઢ તાલુકાના ભેસાણ ગામ ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટી ભેસાણ તાલુકા કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલની રાહબરી હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં બાર એસોસીએશનના પ્રમુખ વિરાલભાઈ ઉમરેટિયા ઉપપ્રમુખ,શૈલેષભાઈ ડોડીયા.સેક્રેટરી,અતુલભાઈ ભૂવા, કારોબારી સભ્ય પ્રશાંતભાઈ ડાવરીયા, લાઈબ્રેરીયન વિશાલભાઈ રામાણી, કારોબારી સભ્ય રજનિકભાઈ બાંભરોલિયા અગ્રણી નવનીતભાઈ માથુકિયા વિપુલભાઈ વોરા આ તમામ બાર એસોસિયેશનના પ્રમુખ સહિત તમામ સભ્યોએ જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટ પટેલ ના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો અને આગામી વિધાનસભાને ધ્યાને લઇને ભાજપને મજબૂત કરવા સંકલ્પ કર્યો હતો.

આ કાર્યક્રમ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટભાઇ પટેલ ,ભેસાણ તાલુકા ભાજપ પ્રુમુખ ઉમેશભાઇ બાંભરોલીયા,ભેસાણ સીટના જિલ્લા પંચયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી, ચુડા સીટના જિલ્લા પંચયતના સદસ્ય કુમારભાઈ બસિયા,ભેસાણ તાલુકા ભાજપ મહામંત્રી જસ્કુભાઈ શેખવા, ભેસાણ તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ હીરપરા,ભેસાણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ વેકરીયા,ભેસાણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ મનસુખભાઈ નસિત,ભેસાણ તાલુકા ભાજપ મંત્રી રાજેશભાઈ રાઠોડ ,ભેસાણ તાલુકા ભાજપ કોષાધ્યક્ષ દુર્લભભાઈ કાપડિયા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આમ વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ભેસાણ તાલુકાના બાર એસોસિયેશનના પ્રમુખ સહિત તમામ સભ્યો પોતાની ટીમ સાથે કેસરીયો ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનશક્તિમાં વધારો થયો છે.