જુના ગળોદર શાળાનો વિદ્યાર્થી ચિલ્ડ્રન યુનિવર્સિટીની ચિત્ર સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પ્રથમ

જૂનાગઢ : ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માળિયાહાટીના તાલુકાના જુના ગળોદર શાળાનો ધોરણ ૮માં અભ્યાસ કરતો જોશી માનવ કિશોરભાઈ એ શાળા કક્ષાથી લઈ જિલ્લા કક્ષા સુધી ઉત્સાહથી ભાગ લઈ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. હવે રાજ્યકક્ષાએ ગાંધીનગર ખાતે સ્પર્ધામાં ભાગ લેશે.માનવની આ સિદ્ધિ બદલ જુના ગળોદરના સમગ્ર સ્ટાફ અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા છે.